‘સ્વચ્છ હરણી, હરિયાળું હરણી’ અભિયાનને મળ્યો જનસમર્થન: ભવ્ય વૃક્ષારોપણ અને નિઃશુલ્ક રોપા વિતરણ યોજાયું
વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વડોદરાના સંકલ્પ સાથે હરણી વિસ્તારમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. હરણી મોટનાથ નાગરિક સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો,
વૃક્ષારોપણ


વૃક્ષારોપણ


વૃક્ષારોપણ


વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વડોદરાના સંકલ્પ સાથે હરણી વિસ્તારમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. હરણી મોટનાથ નાગરિક સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્વચ્છ હરણી, હરિયાળું હરણી અભિયાન અંતર્ગત હરણી મોટનાથ નાગરિક સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુમેરુ કુલેશ સામેના મેદાન, ધ્યાન રેસિડન્સી પાછળ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિસ્તારના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હરણી વિસ્તારના નાગરિકો, યુવાનો, મહિલાઓ અને બાળકોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વડોદરાના સામાજિક કાર્યકર્તા ડૉ. આશિષ પરમારએ શુભેચ્છા સંદેશ પાઠવી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવા વૃક્ષારોપણ અને વૃક્ષજતન બંને એટલાં જ જરૂરી છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી વધુમાં વધુ લોકો પોતાના ઘર અને વિસ્તારને હરિયાળો બનાવવામાં સહભાગી બની શકે.

વૃક્ષો માત્ર પ્રકૃતિનું આભૂષણ નથી, પરંતુ આવનારી પેઢીને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો આધાર છે. આ સંદેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને હરિયાળા વડોદરાના સંકલ્પને સાકાર કરવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બન્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande