ભચાઉ પોલીસની સતર્કતાથી અપહરણ અને પોક્સો કેસમાં ભોગ બનનાર સુરક્ષિત મળી આવ્યો, પરિવારને સોંપાયો
કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો સંબંધિત ગંભીર ગુનામાં ભોગ બનનારને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં ભચાઉ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસની સમયસર કાર્યવાહી અને સતત તપાસના પરિણામે ભોગ બનનારને શોધી કાઢીને તેના પરિવારજ
સગીર બાળક હોતા નામ અને ફોટો જાહેર નથી કરાયા


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો સંબંધિત ગંભીર ગુનામાં ભોગ બનનારને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં ભચાઉ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસની સમયસર કાર્યવાહી અને સતત તપાસના પરિણામે ભોગ બનનારને શોધી કાઢીને તેના પરિવારજનોને સુરક્ષિત પરત સોંપવામાં આવ્યો છે. ભચાઉ પોલીસ સ્ટેશને ઝડપી અને સંકલિત કામગીરી હાથ ધરી હતી.

ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા સતત તપાસ, માહિતી એકત્રિત કરવાની કામગીરી તેમજ વિવિધ દિશામાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસોના પરિણામે ભોગ બનનારને સુરક્ષિત શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પોલીસે ભોગ બનનારની જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને તેના માતા-પિતાના હવાલે કરી પરિવારને મોટી રાહત પહોંચાડી છે. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ ટીમે સંવેદનશીલતા અને કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ સફળ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સમગ્ર પોલીસ સ્ટાફના સંયુક્ત પ્રયાસોથી શક્ય બની હતી. જિલ્લામાં ગુમ થયેલા બાળકો અને અપહરણના કેસોમાં ઝડપી તપાસ કરીને ભોગ બનનારને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડવા માટે પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande