ભુજમાં આવતીકાલે નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ: વિવિધ રોગોની તપાસ અને દવાઓ મળશે વિનામૂલ્યે
કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) ભુજ શહેરમાં આરોગ્ય જાગૃતિ અને આયુર્વેદિક સારવારને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે, 14 જુલાઈ 2026 (મંગળવાર)ના રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલિત શ્રી રતનશી ટો
નિઃશુલ્ક મેડિકલ કેમ્પના પ્રણેતા સ્વ.તારાચંદ છેડા


કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) ભુજ શહેરમાં આરોગ્ય જાગૃતિ અને આયુર્વેદિક સારવારને પ્રોત્સાહન આપવા માટે આવતીકાલે, 14 જુલાઈ 2026 (મંગળવાર)ના રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ સંચાલિત શ્રી રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે યોજાનારા આ કેમ્પમાં નિષ્ણાત આયુર્વેદિક તબીબો દ્વારા દર્દીઓની તપાસ સાથે જરૂરી માર્ગદર્શન અને ઔષધો સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ વિશેષ આરોગ્ય સેવા કેમ્પનું આયોજન જૈન સમાજ રત્ન અને અનશનવ્રતધારી તારાચંદ જગશીભાઈ છેડાની 75મી જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ સેવા યજ્ઞનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને આયુર્વેદિક સારવારનો લાભ પોંચાડવાનો છે.

કેમ્પ સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી ક.વી.ઓ. સંકુલ, જી.ઈ.બી. હેડ ઓફિસ સામે, વિજયનગર, ભુજ ખાતે યોજાશે. આયુર્વેદાચાર્ય વૈદ્ય ડૉ. પ્રતિક પંડ્યાના માર્ગદર્શન હેઠળ દર્દીઓનું આયુર્વેદિક નિદાન કરવામાં આવશે અને તેમના આરોગ્યને અનુરૂપ સારવાર અંગે સલાહ આપવામાં આવશે. ઉપરાંત જરૂરી આયુર્વેદિક દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે.

આ કેમ્પ દરમિયાન શ્વાસ અને ઉધરસ જેવી તકલીફો, કમર અને સાંધાના દુઃખાવા, ચામડીના વિવિધ રોગો, પથરી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પેટ સંબંધિત સમસ્યાઓ તેમજ માથાના વિવિધ રોગોની તપાસ અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આયોજકોના જણાવ્યા મુજબ કેમ્પમાં મર્યાદિત સંખ્યામાં દર્દીઓની તપાસ કરવામાં આવનાર હોવાથી અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે.

આયોજકોએ આરોગ્યલક્ષી આ અનોખા સેવા અભિયાનનો વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે અને આયુર્વેદિક સારવાર દ્વારા સ્વસ્થ જીવન તરફ આગળ વધે તેવી અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande