પાટણના વોર્ડ-2માં ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ, સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-2માં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને કારણે યસ નગર સોસાયટી, પ્રિયા રેસીડેન્સી, શાંતિકુંજ બંગ્લોઝ, પલ્લવી પાર્ક તેમજ ભૈરવ-1 અને ભૈરવ-2 સહિતના વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધ ફેલ
પાટણના વોર્ડ-2માં ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ, ભૂગર્ભ ગટરની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ.


પાટણના વોર્ડ-2માં ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ, ભૂગર્ભ ગટરની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ.


પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર-2માં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને કારણે યસ નગર સોસાયટી, પ્રિયા રેસીડેન્સી, શાંતિકુંજ બંગ્લોઝ, પલ્લવી પાર્ક તેમજ ભૈરવ-1 અને ભૈરવ-2 સહિતના વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિકોએ નગરપાલિકાના ટોલ ફ્રી નંબર 14420 પર અનેક વખત ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છેલ્લા બે દિવસથી હેલ્પલાઈન બંધ હોવાથી લોકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા પાલિકા તંત્ર સામે નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્ય પિંકલભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને ગટર વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ નિહાળી હતી. તેમણે પાલિકા વહીવટી તંત્ર સમક્ષ ભૂગર્ભ ગટરની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande