દુઃખની ઘડીમાં માનવતાનો મહાન નિર્ણય: વડોદરાના જીગરભાઈના અંગદાનથી અનેક દર્દીઓને મળશે નવું જીવન
વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાંથી માનવતા અને સેવા ભાવનાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રેઇન હેમરેજના કારણે અવસાન પામેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં અંગદાનનો મહાન નિર્ણય લઈ અનેક જરૂરિયાતમં
માનવતા બતાવી


માનવતા બતાવી


માનવતા બતાવી


માનવતા બતાવી


વડોદરા, 13 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાંથી માનવતા અને સેવા ભાવનાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. અકસ્માત બાદ બ્રેઇન હેમરેજના કારણે અવસાન પામેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં અંગદાનનો મહાન નિર્ણય લઈ અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવ્યું છે.

વડોદરાના રાજેશ ટાવર નજીક આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈને સાતથી આઠ દિવસ અગાઉ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

તેમને તાત્કાલિક સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્રેઇન હેમરેજ થતાં ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા.

આ મુશ્કેલ અને દુઃખદ ક્ષણોમાં હોસ્પિટલના ડૉક્ટરોએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ જીગરભાઈની પત્ની સ્મિતા મહેતા અને પરિવારજનોએ માનવતાભર્યો નિર્ણય લઈ તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી.

અંગદાનની સમગ્ર પ્રક્રિયા બાદ જીગરભાઈના અંગોને ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલથી વિશેષ ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની AIIMS અને Apollo હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં આ અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

જીગરભાઈના પરિવારના આ ઉમદા નિર્ણયને સમાજમાં માનવતા, સેવા અને અંગદાન પ્રત્યે જાગૃતિનું પ્રેરણાદાયી ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. પરિવારજનોએ પણ વધુમાં વધુ લોકો અંગદાન અંગે જાગૃત બને અને જીવન બચાવવાના આ મહાન કાર્યમાં જોડાય તેવી અપીલ કરી છે.

એક વ્યક્તિનું જીવન ભલે પૂર્ણ થાય, પરંતુ અંગદાન દ્વારા અનેક લોકોના જીવનમાં નવી આશા જન્મી શકે છે. જીગરભાઈના પરિવારનો આ નિર્ણય સમાજ માટે એક પ્રેરણાસ્રોત બની રહ્યો છે અને અંગદાન મહાદાનના સંદેશને વધુ મજબૂત બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande