
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના વાળીનાથ ચોક નજીક આવેલી સાનિધ્ય સોસાયટીમાં 38 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની ઓળખ બીનાબેન ભાવેશકુમાર રાવળ (ઉં.38) તરીકે થઈ છે. તેઓ તેમના પતિ સાથે સાનિધ્ય સોસાયટીમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં કોઈ અગમ્ય કારણોસર તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ મૃતકના પતિએ પાટણ સિટી બી ડિવિઝન પોલીસને કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ