
મહેસાણા, 13 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે ખાનગી ક્ષેત્રમાં રોજગારી મેળવવાની ઉત્તમ તક ઉપલબ્ધ થઈ છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા 15 જુલાઈ, 2026 (બુધવાર)ના રોજ આઈ.ટી.આઈ. ઉંઝા ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રોજગાર અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ભરતીમેળો સવારે 10:30 કલાકે ઉંઝા-વિસનગર રોડ પર આવેલ આઈ.ટી.આઈ. ઉંઝા, ઐઠોર જી.આઈ.ડી.સી. નજીક, અરણીપુરા પાટિયા, તા. ઉંઝા, જિ. મહેસાણા ખાતે યોજાશે.
આ ભરતીમેળામાં ધોરણ 10, ધોરણ 12, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો માટે 18થી 35 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ભરતીમેળામાં હાજર રહી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ લાયક ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે. રોજગારની તકનો લાભ લેવા ઇચ્છુક ઉમેદવારોને પોતાના બાયોડેટાની જરૂરી નકલો તેમજ જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો સાથે નિયત સમય અને સ્થળે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લાના બેરોજગાર યુવક-યુવતીઓ માટે આ ભરતીમેળો ખાનગી ક્ષેત્રમાં કારકિર્દીની નવી તક સાબિત થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR