
મહેસાણા, 13 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્કોડે વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડે કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સ્કોડના પોલીસ કર્મચારીઓને ટેકનિકલ સોર્સ મારફતે માહિતી મળી હતી કે વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઘેલાભાઈ નગાભાઈ નંદાણીયા, રહે. બાકોડી, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા, સંપર્કમાં છે. પોલીસે આરોપીનો સંપર્ક કરી તેને કાયદાકીય કાર્યવાહી અંગે સમજાવતા તે સ્વેચ્છાએ હાજર થયો હતો. ત્યારબાદ 13 જુલાઈના રોજ સવારે 10:30 કલાકે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.આરોપીને વિજાપુર પોલીસ સ્ટેશન લાવી સ્ટેશન ડાયરીમાં નોંધ કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે વિજાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં પેરોલ-ફર્લો સ્કોડના PSI કે.જી. ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ લાખાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિતેષકુમાર સુરેશકુમારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR