પાટણમાં વ્યાજખોરનો આતંક: રૂ. 5 હજાર માટે મહિલાને આગ ચાંપી, ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં વ્યાજે લીધેલા માત્ર રૂ. 5 હજારની ઉઘરાણીને લઈને મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. માહિતી મુ
પાટણમાં વ્યાજખોરનો આતંક, રૂ. 5 હજાર માટે મહિલાને આગ ચાંપી, ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.


પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં વ્યાજે લીધેલા માત્ર રૂ. 5 હજારની ઉઘરાણીને લઈને મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

માહિતી મુજબ, ખાલકપુરા મીસ્ત્રીવાસમાં રહેતી પિન્કીબેન ભરતભાઈ પટણીએ આશરે એક મહિના પહેલા ઘરખર્ચ માટે બાબુભાઈ શંકરભાઈ રાવળ પાસેથી રૂ.5 હજાર વ્યાજે લીધા હતા. ઉઘરાણી દરમિયાન પૈસા ન હોવાથી થોડા દિવસ બાદ ચૂકવવાની વાત કરતાં આરોપી ઉશ્કેરાયો હતો.

આરોપીએ મહિલાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી સળગાવી ફેંકી દેતાં મહિલા આગની જ્વાળામાં સપડાઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

ઘટનાની જાણ થતાં પાટણ સીટી એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ પહોંચી ભોગ બનનારનું નિવેદન નોંધ્યું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

પોલીસે આરોપી બાબુભાઈ શંકરભાઈ રાવળ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 109(1), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) કલમ 173 તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande