




ભરૂચ,3 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસીના પાનોલી ખાતે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રિયલ એરિયા દ્વારા વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારોના સ્થાપના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આરોહમ – The Rise થીમ આધારિત આ સમારોહમાં લાયન્સ ઇન્ટરનેશનલના લાયન દીપક પખાલે (PMJF), પાસ્ટ વાઇસ મલ્ટિપલ કાઉન્સિલ ચેરપર્સન ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે નવા હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યો હતો.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ પાનોલી શાખાના નવા વર્ષના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ક્લબના નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રી ઉમિયા કોર્પોરેશન (જીઆઇડીસી અંકલેશ્વર) ના અગ્રણી ઉદ્યોગપતિ ધીરેન બારિયાની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી અને તેમણે હર્ષોલ્લાસ સાથે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો.
આ પ્રસંગે તેમની સંપૂર્ણ ટીમ જાહેર થઈ હતી જેમાં લાયન ચિરાગ પટેલ સચિવ અને લાયન જપન વેલાણી (7*PMJF પીએમજેએફ) ખજાનચી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
નવી ટીમ આરોગ્ય ,શિક્ષણ તેમજ ગરીબો માટે અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદોની સેવા, નેતૃત્વ અને સમાજ કલ્યાણના સંકલ્પ સાથે યોજાનારા આ સ્થાપના સમારોહમાં લાયન્સ ક્લબ પરિવાર, મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ બાદ સહભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આરોહમ્ ધી રાઈઝ કાર્યક્રમમાં હસમુખ પટેલ,શિવરામ અગ્રવાલ ,જશુ ચૌધરી ,વિમલ જેઠવા ,જીગ્નેશ સુરતી ,પંકજ અંટાળાએ હાજરી આપી હતી.આ સમારોહમાં લાયન્સ ક્લબના પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો, સ્નેહીજનો અને અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વસાહતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ શુભચિંતકો અને સ્નેહીજનોએ નવા નિમાયેલા પ્રમુખ ધીરેન બારિયાને પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ