એનીમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરમાં, જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોને કાયદાથી કરાયા વાકેફ.
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના એનીમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગના અધિકારી દિલાવરભાઈ સાટી અને તેમની ટીમે પોલીસના સહયો
એનીમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોને કાયદાથી કરાયા વાકેફ.

પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના એનીમલ ન્યુસન્સ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગના અધિકારી દિલાવરભાઈ સાટી અને તેમની ટીમે પોલીસના સહયોગથી જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમોનો સંપર્ક કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.

જાહેરમાં ઘાસચારો વેચવાના કારણે થતી ગંદકી, ટ્રાફિકની સમસ્યા તેમજ રોડ અકસ્માતની સંભાવનાઓ અંગે વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને જાહેર સ્થળોએ ઘાસચારોનું વેચાણ નહીં કરવા સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલાવરભાઈ સાટીએ, નાગરિકોને પણ અપીલ કરી હતી કે, શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ ટાળી શકાય તે માટે જાહેર સ્થળોએ ઘાસચારો વેચતા ઇસમો પાસેથી ઘાસચારો ખરીદવાનું ટાળે. ગાયોને ઘાસચારો ખવડાવવાની ભાવના હોય તેઓને ગૌશાળામાં જઈ દાન કે, ઘાસચારો અર્પણ કરી પુણ્યનું કાર્ય કરવા આગ્રહ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande