સિદ્ધપુરમાં સનનગર સિનિયર સિટીઝન મંડળનો ત્રિમાસિક સન્માન સમારંભ યોજાયો
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુરના સનનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે સનનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા સામૂહિક ત્રિમાસિક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં મંડળના આશરે 40 સભ્યોનું હોટ જેલ બેગ, બુકે અને મ
સિદ્ધપુરમાં સનનગર સિનિયર સિટીઝન મંડળનો ત્રિમાસિક સન્માન સમારંભ યોજાયો


પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુરના સનનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે સનનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા સામૂહિક ત્રિમાસિક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં મંડળના આશરે 40 સભ્યોનું હોટ જેલ બેગ, બુકે અને માવા કેક સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

સમારંભમાં મંડળના અંદાજે 160 સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જગદીશભાઈ જોષીએ સન્માનિત સભ્યોને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી તેમના સ્વસ્થ અને નિરોગી જીવનની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન મંડળના હોદ્દેદારોએ વડીલોના સમાજમાં યોગદાન અને મંડળની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના હોદ્દેદારો અને કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande