ધોળકાના કેલિયા વાસણા ગામે 'સંકલ્પ' ટીમ દ્વારા, મહિલા સ્વાસ્થ્ય અને કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, 13 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન (DHEW) યોજનાની ટીમ દ્વારા ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે કિશોરીઓ અને મહિલાઓ માટે માસિક સ્વચ્છતા અને વ્યવસ્થાપન અંગે એક વિશેષ
સંકલ્પ ટીમ


અમદાવાદ, 13 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન (DHEW) યોજનાની ટીમ દ્વારા ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે કિશોરીઓ અને મહિલાઓ માટે માસિક સ્વચ્છતા અને વ્યવસ્થાપન અંગે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત લોક સ્વાસ્થ્ય સેવાના કારોબારી સભ્ય, આરોગ્ય સખી તથા ગામની યુવા સખી દિવ્યાબહેન દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને માસિક સ્વચ્છતા અને વ્યવસ્થાપન, PCOD, PCOS તેમજ સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર વિષયો અંગે વૈજ્ઞાનિક અને અત્યંત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે કિશોરીઓ અને મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહીને સમયસર તબીબી સલાહ લેવા તેમજ યોગ્ય સ્વચ્છતા જાળવવા માટે ખાસ અપીલ કરી હતી.

આ સાથે જ સંકલ્પ હબ (DHEW) ટીમ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને ગ્રામીણ મહિલાઓને સરકારની આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન હાજર રહેલી કિશોરીઓને સ્કૂલ બેગ તેમજ અન્ય બહેનોને ઉપયોગી કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ જાગૃતિ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી હિરલબહેન, પ્રાથમિક શાળાના શિક્ષકો, ગ્રામજનો, કિશોરીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande