માંડવીના સિંધવાઈ ફાર્મ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તથા સાફસફાઈ
સુરત, 13 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર સમગ્ર દેશમાં પર્યાવરણ જતન અને સ્વચ્છતાના કાર્યો વેગવંતા બન્યા છે, ત્યારે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના માંડવી તાલુકાના સિંધવાઈ ફાર્મ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અં
Surat


સુરત, 13 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર સમગ્ર દેશમાં પર્યાવરણ જતન અને સ્વચ્છતાના કાર્યો વેગવંતા બન્યા છે, ત્યારે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના માંડવી તાલુકાના સિંધવાઈ ફાર્મ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.

તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ, સ્વસ્થ અને હરિત ભારતના નિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો-નગરજનોએ ઉત્સાહભેર શ્રમદાન કરી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ સૌએ સામૂહિક રીતે સ્વચ્છતા જાળવવાના શપથ લઈ પ્રકૃતિની રક્ષા માટે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની માવજત કરવા અને માંડવીને પ્લાસ્ટિક મુક્ત-સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ભારત પેટ્રોલિયમના ટેરિટરી મેનેજર સુરજીત બોરા, માંડવી નગરપાલિકાના પ્રમુખ કુ.અમિષા રાઠોડ, નગર સંગઠન પ્રમુખ પ્રીતેશ રાવલ, ન.પા.ના અન્ય હોદ્દેદારો, તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande