અટલાદરામાં ભારે પવનનો કહેર: સ્વામિનારાયણ છાત્રાલય બહાર ઝાડ કાર પર ધરાશાયી, કારને ભારે નુકસાન
વડોદરા , 13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ભારે પવન વચ્ચે અકસ્માતની એક ઘટના સામે આવી છે. અટલાદરા સ્થિત સ્વામિનારાયણ છાત્રાલય બહાર, અચાનક એક વિશાળ ઝાડ રોડ પર ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલી કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ
ઝાડ


ઝાડ


વડોદરા , 13 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ભારે પવન વચ્ચે અકસ્માતની એક ઘટના સામે આવી છે. અટલાદરા સ્થિત સ્વામિનારાયણ છાત્રાલય બહાર, અચાનક એક વિશાળ ઝાડ રોડ પર ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલી કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ છાત્રાલય બહાર ભારે પવનના કારણે એક મોટું ઝાડ અચાનક રોડ પર ધરાશાયી થયું હતું. ઝાડ સીધું જ એક કાર પર પડતાં કારનો આગળનો અને ઉપરનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. ઘટનાના કારણે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સદનસીબે, ઘટના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી અને આસપાસથી પસાર થતા રાહદારીઓને પણ કોઈ ઇજા પહોંચી નહોતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ સંબંધિત તંત્ર દ્વારા, ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી માર્ગ પર વાહનવ્યવહાર ફરી પૂર્વવત થઈ શકે.

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે પવન અને વરસાદને કારણે, જૂનાં અને જોખમી વૃક્ષો અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકોએ તંત્રને આવા જોખમી વૃક્ષોની સમયસર ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande