ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે
૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી કલા મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરી શકાશે જુનાગઢ, 13 જુલાઈ (હિ.સ.) : કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાં
ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે


૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી કલા મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરી શકાશે

જુનાગઢ, 13 જુલાઈ (હિ.સ.) : કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થશે.

આ કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૦૫/૦૮/૨૦૨૬ છે.

આ વર્ષે કલા મહાકુંભમાં કુલ- ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે.

જેમાં તાલુકા કક્ષાએથી શરૂ થતી કુલ ૧૪ કૃતિમાં (૧) વકતૃત્વ (૨) નિબંધ લેખન (૩) ચિત્રકલા (૪) ભરત નાટ્યમ (૫) એકપાત્રિય અભિનય (૬) લોકનૃત્ય (૭) રાસ (૮) ગરબા (૯) સુગમ સંગીત (૧૦) લગ્નગીત (૧૧) સમૂહ ગીત (૧૨) લોકગીત / ભજન (૧૩) તબલા (૧૪) હાર્મોનિયમ (હળવુ)નો સમાવેશ થાય છે.

સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી કુલ –૦૯ સ્પર્ધાઓમાં (૧) કાવ્ય લેખન (૨) ગઝલ શાયરી (૩)લોકવાર્તા (૪) દુહા- છંદ ચોપાઇ (૫)સર્જનાત્મક કારીગરી (૬)સ્કુલ બેન્ડ (૭) ઓરગન (૮) કથ્થક (૯) શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો સમાવેશ થાય છે.

સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી કુલ-૦૭ સ્પર્ધાઓમાં (૧) સિતાર (૨) ગિટાર (૩) વાંસળી (૪) કુચિપુડી (૫) ઓડીસી (૬) મોહિની અટ્ટમ (૭) વાયોલીનનો સમાવેશ થાય છે.

સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી કુલ - ૦૭ સ્પર્ધાઓમાં (૧) પખવાજ(૨) મૃદંગમ (૩) રાવણ હથ્થો (૪) જોડીયા પાવા (૫) સરોદ (૬) સારંગી (૭) ભવાઈ વગેરે કૃતિઓ યોજાશે.

આ સ્પર્ધા અંતર્ગત તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓને જણાવવામાં આવે છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છૂક કલાકારોએ નિયત નમૂનાનું ફોર્મ ભરી, આધારકાર્ડ તથા બેંક પાસબુકની નકલ સાથે જોડી જિલ્લાયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લાસેવા સદન, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ, તા.વેરાવળ ખાતે તા.૦૫/૦૮/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના દિવસો દરમિયાન પહોચાડવાનું રહેશે.

આ સ્પર્ધા માટે સમય મર્યદાબાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande