હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડે ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સની બેઠક યોજાઈ
પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ કે.સી. પોરિયાના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સની બેઠક યોજાઈ હતી. ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં વર્ષ 2026-27ની આંતર કોલેજ અને ઇન્
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ કે.સી. પોરિયાના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સની બેઠક યોજાઈ


પાટણ, 13 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ કે.સી. પોરિયાના અધ્યક્ષસ્થાને બોર્ડ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સની બેઠક યોજાઈ હતી. ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં વર્ષ 2026-27ની આંતર કોલેજ અને ઇન્ટર યુનિવર્સિટી રમતગમત સ્પર્ધાઓના આયોજન, તારીખો અને ખેલાડીઓની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.

બેઠકમાં આગામી 28 સપ્ટેમ્બર, 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એથ્લેટિક ખેલ મહોત્સવ યોજવાનો નિર્ણય લેવાયો. ઉપરાંત, 5 અને 6 ઓક્ટોબરના રોજ પાટણ ખાતે 37મો આંતર કોલેજ યુવક મહોત્સવ યોજવાની પણ મંજૂરી આપવામાં આવી.

બોર્ડ દ્વારા આંતર કોલેજ સ્પર્ધાઓનું સમયપત્રક અને અગાઉ તૈયાર કરાયેલા પરિપત્રને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લેનાર ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થાઓને પણ બહાલી આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande