વડોદરા શહેર નજીક રણોલીથી કોયલી તરફ જતા માર્ગ પર ટાયર ફાટતાં ડમ્પર પલટી માર્યું
વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેર નજીક રણોલીથી કોયલી તરફ જતા માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાલતા ડમ્પરનું ટાયર અચાનક ફાટી જતાં ડમ્પર પલટી મારી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.વડોદરા શહેરના રણોલીથી કોયલી તરફ જતા માર્ગ
અકસ્માત


અકસ્માત


વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેર નજીક રણોલીથી કોયલી તરફ જતા માર્ગ પર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાલતા ડમ્પરનું ટાયર અચાનક ફાટી જતાં ડમ્પર પલટી મારી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.વડોદરા શહેરના રણોલીથી કોયલી તરફ જતા માર્ગ પર એક ડમ્પરનું ટાયર અચાનક ફાટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, પૂરઝડપે જઈ રહેલા ડમ્પરનું આગળનું ટાયર ફાટતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ડમ્પર રોડ પર પલટી મારી ગયું હતું.અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પલટી ગયેલા ડમ્પરને હટાવી માર્ગને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની માહિતી સામે આવી નથી. જોકે ડમ્પરને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાહનોની નિયમિત તકનીકી તપાસ અને ખાસ કરીને ભારે વાહનોના ટાયરની સમયસર ચકાસણી કરવામાં આવે તો આવા અકસ્માતો અટકાવી શકાય છે. સમગ્ર ઘટનાને લઈને સંબંધિત તંત્ર વધુ તપાસ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande