બગવદર પોલીસે કારમાંથી 500 લિટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.)બગવદર પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશનના ગુનાઓ સામે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન બખરલા ગામની જેઠાવાડી સીમ રોડ પરથી દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કારમાંથી 500 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને કાર સહિત કુલ ₹
બગવદર પોલીસે કારમાંથી 500 લિટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.)બગવદર પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહિબિશનના ગુનાઓ સામે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન બખરલા ગામની જેઠાવાડી સીમ રોડ પરથી દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કારમાંથી 500 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને કાર સહિત કુલ ₹5,00,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બખરલા ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મહિન્દ્રા XUV300 કાર (નં. GJ-06-PD-5784)ને અટકાવી તપાસ કરતાં તેમાં અંદાજે ₹1 લાખની કિંમતનો 500 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ અને કાર સહિત કુલ ₹5,00,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે દેવા જીવાભાઈ મોરી (રહે. દોલતગઢ, તા. રાણાવાવ) ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો દારૂ મેરા જેસાભાઈ મોરી (રહે. રાણપર, તા. ભાણવડ) પાસેથી લઈ લાખા ગઢવી (રહે. ખંભાળિયા)ને પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી દારૂના જથ્થાના સ્ત્રોત તેમજ તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande