સિદ્ધપુરમાં ATSનું મેગા ઓપરેશન, 5 શંકાસ્પદોની અટકાયત
પાટણ, 14 જુલાઈ (હિ.સ.)ગુજરાત ATSએ 13 જુલાઈએ સિદ્ધપુર શહેરમાં, ગુપ્ત સર્ચ ઓપરેશન હાથ ધરી ઝાંપલીપોળ વિસ્તારમાં વેપારીઓની સઘન પૂછપરછ કરી હતી. રમકડાંમાં વપરાતી બેટરીની શંકાસ્પદ ખરીદીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત ''ન
સિદ્ધપુરમાં ATSનું મેગા ઓપરેશન, 5 શંકાસ્પદોની અટકાયત


પાટણ, 14 જુલાઈ (હિ.સ.)ગુજરાત ATSએ 13 જુલાઈએ સિદ્ધપુર શહેરમાં, ગુપ્ત સર્ચ ઓપરેશન હાથ ધરી ઝાંપલીપોળ વિસ્તારમાં વેપારીઓની સઘન પૂછપરછ કરી હતી. રમકડાંમાં વપરાતી બેટરીની શંકાસ્પદ ખરીદીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત 'નૂરાની ટેલર્સ'માંથી એક શંકાસ્પદ વ્યક્તિને ડિટેન કરી વધુ પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો, જેના કારણે શહેરમાં ભારે ચકચાર મચી હતી.

આગળની કાર્યવાહીમાં સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને, ડિટેન કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ATSના જણાવ્યા મુજબ, રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારો દરમિયાન વિઘ્ન ઉભું કરવાના કાવતરાની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી કુલ આઠ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સિદ્ધપુર, પાલનપુર અને ચીખલી સુધી નેટવર્કના તાર જોડાતા હોવાનું સામે આવ્યું છે. તમામ શંકાસ્પદોની સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસના ભાગરૂપે સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં મોહમદ અમીન શેરાના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. શંકાસ્પદ સામાનની ખરીદી અંગે વેપારીઓ પાસેથી માહિતી એકત્ર કરી તપાસ વધુ વિસ્તૃત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande