વડોદરાના કિશનવાડીમાં 17 વર્ષીય વિદ્યાર્થીનું કરુણ મોત : પૈસાની લેતીદેતીમાં જીવલેણ હુમલાનો આક્ષેપ, પરિવારનો ન્યાય માટે આક્રોશ
વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પૈસાની લેતીદેતીના મુદ્દે 17 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલ
હુમલો


વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પૈસાની લેતીદેતીના મુદ્દે 17 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતીદેતીના મુદ્દે એક 17 વર્ષીય વિદ્યાર્થી પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, દસથી વધુ શખ્સોએ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

બીજી તરફ, સયાજી હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી કરુણ દૃશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ સાથે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં.

આ ઘટનાને પગલે કિશનવાડી વિસ્તાર તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

યુવાનના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. હવે સૌની નજર પોલીસ તપાસ અને આરોપીઓની ઝડપભેર ધરપકડ પર ટકેલી છે. પોલીસનું કહેવું છે કે કેસના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande