પાટણમાં ગટર સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કોંગ્રેસના કોર્પોરેટરોના ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં.
પાટણ, 14 જુલાઈ (હિ.સ.) પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તન અને છેલ્લા ત્રણ મહિનાથી યથાવત રહેલી ભૂગર્ભ ગટરની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં શરૂ કર્યા છે. કોંગ્રેસના જણાવ્યા
પાટણમાં ગટર સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કોંગ્રેસના કોર્પોરેટરોના ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં.


પાટણ, 14 જુલાઈ (હિ.સ.) પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ઉદ્ધતાઈભર્યા વર્તન અને છેલ્લા ત્રણ મહિનાથી યથાવત રહેલી ભૂગર્ભ ગટરની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરની ચેમ્બર બહાર ધરણાં શરૂ કર્યા છે.

કોંગ્રેસના જણાવ્યા મુજબ વોર્ડ નં. 1, 2, 3, 4, 5, 6, 10 અને 11માં મેન રાઈઝિંગ લાઈન બેસી જતાં ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળી રહ્યું છે. સામાન્ય બોર્ડમાં 70 લાખ રૂપિયાના કામોને મંજૂરી મળ્યા છતાં 20 દિવસ બાદ પણ કામગીરી શરૂ થઈ નથી.

વોર્ડ નં. 11ના નિર્મલનગર વિસ્તારમાં ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યાની ફરિયાદ બાદ કોંગ્રેસના આગેવાનો ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસરે કોર્પોરેટરો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં તેઓ ચેમ્બર બહાર ધરણાં પર બેસી ગયા હતા.

કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ગટરની સમસ્યાથી સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande