પાટણમાં મહિલાઓ માટે બ્યુટીપાર્લર સેમિનાર યોજાયો
પાટણ, 14 જુલાઈ (હિ.સ.)પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના ગંગાબા રોજગાર કેન્દ્ર દ્વારા મહિલાઓ માટે રોજગારલક્ષી બ્યુટીપાર્લર કોર્સ અંતર્ગત આસ્થા હોલમાં એક દિવસીય ''લુક એન્ડ લર્ન'' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60થી વધુ બ
પાટણમાં મહિલાઓ માટે બ્યુટીપાર્લર સેમિનાર યોજાયો


પાટણ, 14 જુલાઈ (હિ.સ.)પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના ગંગાબા રોજગાર કેન્દ્ર દ્વારા મહિલાઓ માટે રોજગારલક્ષી બ્યુટીપાર્લર કોર્સ અંતર્ગત આસ્થા હોલમાં એક દિવસીય 'લુક એન્ડ લર્ન' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સેમિનારમાં બ્યુટીપાર્લર નિષ્ણાત અવનિબેન મોદી અને તેમની ટીમે સ્કિન કેર, સ્કિન એનાલિસિસ, પ્રોડક્ટ નોલેજ, પ્રોફેશનલ મેકઅપ ટેકનિક અને લાંબા સમય સુધી ટકી રહે તેવા મેકઅપ અંગે પ્રેક્ટિકલ સાથે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગ્રાહક સંતોષને સર્વોપરી રાખીને કામ કરવાની સલાહ આપી હતી.

કાર્યક્રમમાં મહિલા પ્રમુખ હર્ષીદાબેન સોનીએ સ્વાગત કર્યું હતું. અધ્યક્ષ રજનીભાઈ સાંડેસરા, મુખ્ય મહેમાન ઘનશ્યામભાઈ ઘીવાળા તેમજ ડો. વર્ષાબેન પ્રજાપતિ અને ઉર્મિલાબેન સોનીએ પુસ્તકાલયની મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સંયોજક આરતીબેન ચોકસી સહિત મહિલા ટીમ અને પુસ્તકાલયના કારોબારી સભ્યોએ સહયોગ આપ્યો હતો. અંતે તમામ સહભાગી બહેનોને ખનક કંપની તરફથી રૂ. 550ની મેકઅપ કીટ ભેટ આપવામાં આવી હતી અને આભારવિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande