અમદાવાદના સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં આગ, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદ,14 જુલાઇ (હિ.સ.) અમદાવાદના સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં આગ લગવાણી ઘટના સામે આવી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળ
Fire breaks out in passenger train coach at Sabarmati Kaligam Yard


અમદાવાદ,14 જુલાઇ (હિ.સ.) અમદાવાદના સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં આગ લગવાણી ઘટના સામે આવી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સાબરમતી કાળીગામ યાર્ડમાં પેસેન્જર ટ્રેનના કોચમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તાત્કાલિક 4 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં જાનહાનિ થઈ નથી. આગ લાગવાના કારણ અંગે રેલવે વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શહેરના સાબરમતી કાળીગામ યાર્ડમાં આવેલા એક ટ્રેનના કોચમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના પગલે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓ અને સ્ટાફ દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ થઈ હતી. જેથી ફાયરની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પેસેન્જર ટ્રેન નો કોચ હતો જો કે યાર્ડમાં ગાડી લાવવામાં આવી હતી તેથી તેમાં કોઈ મુસાફર હતા નહીં. રેલ્વે વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક યાર્ડમાં દોડી આવ્યા હતા.

રેલ્વે વિભાગ દ્વારા કોચમાં આગ કયા કારણોસર લાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. રેલવે યાર્ડમાં જ્યારે ખોજ પડ્યો હતો ત્યારે કોચમાં કામગીરી ચાલી રહી હતી કે પછી અન્ય કોઈ વ્યક્તિ તેમાં હાજર હતું કે કેમ અને આગ લાગવા અંગે સ્પષ્ટ કારણ શું છે તે વગેરેની તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande