
સોમનાથ, 14 જુલાઈ (હિ.સ.) સુગરી કોલોની ઇજનેરી કૌશલ્ય -પરિવાર સાથી હાથ બઢાનાજન્મ પામનાર બચ્ચાઓની સલામતી- સુરક્ષા અને પારિવારિક પરિશ્રમની બેમિસાલ નિર્માણ એટલે સુગરી પક્ષીઓના માળા
સોમનાથ- પ્રભાસ -પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ સાનિધ્યે સૂર્યમંદિર પરિસરમાં જળમય ઊંડી વાવ ઉપરના વૃક્ષે સુગરી પક્ષીઓએ પોતાના સુંદર માળા ઝાડની ડાળી ઉપર ઝુલતા રાખી વસવાટ કરે છે.
સુગરીએ ચકલી જેવું પક્ષી છે તેઓ નોખી -નોખી વૃક્ષની ડાળીઓમાં વસવાટ આજ સ્થળે કરતા રહે છે માળા પણ નવા નિર્માણ થાતા રહે છે સુગરીનો આ માળો પ્યાલા આકારનો હોય છે જેની અલૌકિક ગુંથણી કળા એટલી કુશળતાથી ભરપૂર હોય છે કે એ માળામાં ત્રણ માળાના મકાન જેવી અલગ -અલગ બખોલ હોય છે માળો બનાવતી વખતે ઘાંસ અને પાંદડાઓ અને રેષા ગૂંથી -ગૂંથી એવી કુશળતાથી બનાવાય છે કે, એક કીડી પણ તેમાં પ્રવેશી ન શકે તો ગમેતેટલો વરસાદ પડે તો પણ વરસાદનું ટીપું માળા ની અંદર ન જાય સ્થળની પસંદગી પણ એવી રીતે કરાય છે કે, વૃક્ષની ડાળીઓની નીચે વાવ- કુવો કે જળાશય હોય કે જેથી સાપ પણ તેના બચ્ચાઓને મારી ન શકે અને માળા તળિયામાં થોડી માટી પણ ભરી દે જેથી પવનમાં હલબલ ન થાય સુગરીનો માળો નર જ બનાવે અને બનાવતી વખતે ચીવીઝ ચીવીઝ જેવી સીટી વગાડી વાતાવરણમાં ઉત્સાહ પ્રેરાય છે.
જે નર નો માળો સારો બન્યો હોય તેની સાથે સુગરી સંબંધ બાંધે સુગરી વૈશ્વિક સ્તરે પક્ષીઓની જાતમાં આર્કિટેક ઈન્જનિયરની ઓળખ ધરાવે છે નર સુગરી ખૂબ જ ચતુરાઈ પૂર્વક માળા નું સર્જન કરે છે.સુગરી માળો બનાવતી વખતે ઝાડની ડાળી નો છેડો એટલા માટે પસંદ કરે છે કે તેના માળામાં સાપ જેવા ઘાતક જીવ પહોંચી ન શકે સુગૃહી પક્ષીનું નામ નો અર્થ સુગરી એટલે સારુ ઘર બનાવનાર તરીકે ઓળખાય છે સો વાતની એકવાત તેનો બનાવેલો માળો સૌંન્દર્યલક્ષી , રક્ષણાત્મક -બારીકગુથણી અને અદભુત વણાટ શક્તિનો શ્રેષ્ઠ કુદરતી વરદાનસમો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ