હારીજની સરકારી કોલેજમાં SSIP 2.0 અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
પાટણ, 14 જુલાઈ (હિ.સ.) હારીજની સરકારી કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) અને ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 40થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ
હારીજ સરકારી કોલેજમાં SSIP 2.0 અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન


પાટણ, 14 જુલાઈ (હિ.સ.) હારીજની સરકારી કોલેજમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) અને ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 40થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા તેમજ રાજ્ય સરકાર દ્વારા મળતી વિવિધ સહાય અને ગ્રાન્ટ અંગે માહિતગાર કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાના નવીન વિચારોને પ્રોજેક્ટ અને સ્ટાર્ટઅપમાં કેવી રીતે વિકસાવી શકાય તેમજ SSIP 2.0 હેઠળ ઉપલબ્ધ સુવિધાઓ અને પ્રોત્સાહનો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ સક્રિયપણે ભાગ લઈ માર્ગદર્શનનો લાભ લીધો.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને વધુને વધુ નવીન વિચારો સાથે SSIP 2.0 અંતર્ગત પ્રોજેક્ટ રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. બાદલ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કોલેજના આચાર્ય ડૉ. ટી. પી. આનંદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande