
પાટણ, 14 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની કુલ 25 સંલગ્ન કોલેજોને કાયમી ધોરણે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. યુનિવર્સિટીના કુલસચિવ આર.એન. દેસાઈ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. કોલેજ સંચાલકોની અરજીઓ અને લોકલ ઇન્ક્વાયરી કમિટી (LIC)ના હકારાત્મક અહેવાલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શૈક્ષણિક વર્ષ 2022-23થી બંધ થનારી કોલેજો: મરચન્ટ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (વિસનગર) અને એસ.વી.ટી. પીજીડીસીએ કોલેજ (ઉજળેશ્વર, બાયડ).
શૈક્ષણિક વર્ષ 2025-26થી બંધ થનારી કોલેજો: સાયન્સ કોલેજ (રસાણામોટા), મંગલમ એમ.એસસી. કોલેજ (ઉંટરડા), કુમારભાઈ સેવંતીલાલ ઝવેરી કોમર્સ તેમજ સાયન્સ કોલેજ (ગઢ) અને કોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ–પીજીડીસીએ (વડુ).
શૈક્ષણિક વર્ષ 2025-27થી બંધ થનારી કોલેજો: એશિયન એમ.એસ.ડબલ્યુ. કોલેજ, એશિયન ડીપ્લોમા ઇન ફાયર એન્ડ સેફટી કોલેજ, એશિયન બી.એસ.ડબલ્યુ. કોલેજ (વડાલી), મધર કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર (માલપુર), એસ.વી.ટી. ડીપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી કોલેજ (ઉજળેશ્વર) અને અંબિકા ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ (ગોઠવા).
શૈક્ષણિક વર્ષ 2027થી બંધ થનારી કોલેજો:
ટી.એસ. પટેલ પીજીડીએમએલટી કોલેજ, ડી.એચ.એસ.આઈ. કોલેજ, ડી.એફ.એસ. કોલેજ અને બી.સી.એ.-પીજીડીસીએ કોલેજ (આંબલીયારા), વાલીબા પી.જી.ડી.એમ.એલ.ટી. કોલેજ (તખતપુર), અક્ષર ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ (મોડાસા), એન.જી.ઈ.એસ. ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ (પાટણ), એમ.એચ. પરમાર કોલેજ (છાપી), અમરદીપ કોલેજ (પિલવાઈ), એશિયન બી.સી.એ. કોલેજ (વડાલી) અને ડી.કે. રાવ સાયન્સ કોલેજ (ભિલોડા).
શૈક્ષણિક વર્ષ 2027-28થી બંધ થનારી કોલેજ: મહર્ષિ દયાનંદ સરસ્વતી નર્સિંગ કોલેજ (બી.એસસી. નર્સિંગ), વિસનગર. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નિયમો અનુસાર આ કોલેજોને કાયમી ધોરણે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ