ભાવનગર માં નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ રાસ ગરબાની તૈયારીઓ શરૂ કરી.
ભાવનગર, 14 જુલાઈ (હિ.સ.) નવરાત્રીને હજુ બે-ત્રણ મહિનાનો સમય બાકી હોવા છતાં ભાવનગર જિલ્લાના રાસ ગરબાના ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉત્સાહપૂર્વક તાલીમ લઈ રહ્યા છે. ખેલૈ
ગરબા રમાતા ખેલૈયા


ભાવનગર, 14 જુલાઈ (હિ.સ.) નવરાત્રીને હજુ બે-ત્રણ મહિનાનો સમય બાકી હોવા છતાં ભાવનગર જિલ્લાના રાસ ગરબાના ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉત્સાહપૂર્વક તાલીમ લઈ રહ્યા છે. ખેલૈયાઓ નિયમિત અને શિસ્તબદ્ધ પ્રેક્ટિસના કારણે રાજ્યભરના વિવિધ ગરબા સ્પર્ધાઓમાં ભાગ લઈને અનેક ઇનામો અને સન્માન પ્રાપ્ત કરતા આવ્યા છે.દરરોજ સાંજના સમયે મોટા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ એકત્રિત થઈ પરંપરાગત તેમજ આધુનિક સ્ટેપ્સની પ્રેક્ટિસ કરે છે. તાલ, લય, એકરૂપતા અને આકર્ષક રજૂઆત માટે કોચ અને સિનિયર ખેલૈયાઓ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે.

આયોજકોનું માનવું છે કે સતત બે-ત્રણ મહિનાની મહેનતના કારણે ખેલૈયાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને નવરાત્રી દરમિયાન તેમની રજૂઆત વધુ આકર્ષક બને છે. દર વર્ષે ખેલૈયાઓ વિવિધ શહેરોમાં યોજાતી સ્પર્ધાઓમાં વિજેતા બની ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા આવ્યા છે.ખેલૈયાઓનું કહેવું છે કે ગરબા તેમના માટે માત્ર નૃત્ય નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતિક છે. તેથી નવરાત્રી પહેલાંથી જ નિયમિત પ્રેક્ટિસ કરીને તેઓ શ્રેષ્ઠ રજૂઆત માટે તૈયારીઓ કરી રહ્યા છે.

આ અંગે અનુસરી મકવાણાએ જણાવ્યું કે ગત વર્ષે મેં ગરબામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો દર વર્ષે નવરાત્રીમાં અલગ અલગ જગ્યાએ અમે રાસ ગરબા રમવા માટે જતા હોઈએ છીએ દર વર્ષે નવા સ્ટેપ આવતા હોય છે તેના માટે અમે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોઈએ છીએ આ વર્ષે પણ બેથી ત્રણ મહિના અગાઉ અમે અલગ અલગ પ્રકારના ગરબાઓ રમવા માટેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને અનેક યુવક યુવતીઓ આપ ગરબા પ્રેક્ટિસમાં જોડાઈ રહ્યા છે.

આ અંગે સૃષ્ટિ ચાંપાનેરીએ જણાવ્યું કે કોરિયોગ્રાફર તરીકે હું હાલ કામ કરી રહી છું દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ નવરાત્રી ની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્રણ મહિના જેટલો અંદાજિત સમય રહ્યો છે ત્યારે અગાઉથી જ અમે નવરાત્રિમાં રાસ ગરબા રમવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અનેક લોકો અહીંયા આવીને ગરબા ના સ્ટેપ શીખી રહ્યા છીએ.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande