ગોત્રી રોડ બન્યો રેસિંગ ટ્રેક: મોડિફાઈડ સાયલેન્સરવાળી બુલેટોના આતંકથી સ્થાનિકોમાં રોષ, વીડિયો વાયરલ
વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગની વધુ એક ઘટના સામે આવી છે. ગોત્રી રોડ પર કેટલાક બેફામ બુલેટ સવારોએ મોડિફાઈડ સાયલેન્સર સાથે જાહેર રસ્તાને રેસિંગ ટ્રેકમાં ફેરવી દીધો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાને પગલ
બુલેટ


બુલેટ


વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગની વધુ એક ઘટના સામે આવી છે. ગોત્રી રોડ પર કેટલાક બેફામ બુલેટ સવારોએ મોડિફાઈડ સાયલેન્સર સાથે જાહેર રસ્તાને રેસિંગ ટ્રેકમાં ફેરવી દીધો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેરના ગોત્રી રોડ પર મોડિફાઈડ સાયલેન્સર લગાવેલી બુલેટ મોટરસાયકલો સાથે કેટલાક યુવકો બેફામ રીતે રેસિંગ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં બુલેટ સવારો જાહેર માર્ગ પર પૂરઝડપે વાહન ચલાવતા અને મોડિફાઈડ સાયલેન્સરમાંથી કાન ફાડી નાખે તેવા અવાજો કરતા જોવા મળે છે. જેના કારણે આસપાસના રહેવાસીઓ અને અન્ય વાહનચાલકો ભારે પરેશાની અનુભવી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આવા બાઇક સવારો અવારનવાર મોડી રાત્રે પણ ગોત્રી રોડ પર ઝડપથી વાહન ચલાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે અને અકસ્માતનું જોખમ પણ ઊભું કરે છે.

મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ અને જાહેર માર્ગ પર બેફામ રેસિંગ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. આવી હરકતોથી માત્ર પોતાની જ નહીં પરંતુ અન્ય લોકોની સુરક્ષા પણ જોખમમાં મુકાય છે.

સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્રને માંગ કરી છે કે વાયરલ વીડિયોના આધારે બેફામ બાઇક સવારોની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ મોડિફાઈડ સાયલેન્સર સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવે.

જાહેર રસ્તા રેસિંગ માટે નથી. ટ્રાફિક નિયમોનું પાલન અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવું દરેક નાગરિકની ફરજ છે. હવે જોવાનું રહેશે કે વાયરલ વીડિયો બાદ ટ્રાફિક પોલીસ આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande