ચાલુ કારમાં ભભૂકી આગ, ચાલકનો આબાદ બચાવ
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સરસાવ રોડ પર મંગળવારે ચાલતી કારમાં અચાનક આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગઈ હતી, જોકે કારચાલક સમયસર બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, અલ્પેશ પટેલ પોતાની નિસાન સની કાર લઈને સરસાવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અચાનક એક કૂતરું કારની સામે આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રોડની બાજુમાં આવેલા પથ્થર અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત બાદ કારના બોનેટમાંથી સ્પાર્ક નીકળ્યો હતો અને થોડી જ વારમાં કારમાં આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે સમગ્ર કારને પોતાની લપેટમાં લઈ લીધી હતી. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગની તીવ્રતાને કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં નંદાસણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનામાં જાનહાનિ ટળી હોવા છતાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande