ઉનાવા પોલીસનું હોટેલ-ગેસ્ટ હાઉસમાં મેગા ચેકિંગ, 5 સંચાલકો સામે ગુનો નોંધાયો
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી હોટેલો, ઢાબાઓ અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ચે
ઉનાવા પોલીસનું હોટેલ-ગેસ્ટ હાઉસમાં મેગા ચેકિંગ, 5 સંચાલકો સામે ગુનો નોંધાયો


મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી હોટેલો, ઢાબાઓ અને ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર 5 હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ગેસ્ટ હાઉસોના લાયસન્સ, ફાયર સેફ્ટી, વાહન પાર્કિંગ અને પથિક સોફ્ટવેરના ઉપયોગ અંગે વિશેષ ચેકિંગ હાથ ધરાયું હતું. જેના અનુસંધાને મહેસાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ ઉનાવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.વી. પઢારીયાની ટીમે કાર્યવાહી કરી હતી.

પોલીસે હોટેલ અને ગેસ્ટ હાઉસમાં રોકાયેલા મુસાફરોની ઓળખ, દસ્તાવેજો તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોની વિગતોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન કેટલાક સંચાલકો દ્વારા જરૂરી નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા કુલ 5 સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. પોલીસે સંચાલકોને મુસાફરોની નોંધણી, ઓળખપત્રની ચકાસણી, પથિક સોફ્ટવેરનો ઉપયોગ, સીસીટીવી અને ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. પોલીસના જણાવ્યા મુજબ જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande