6 મહિનામાં જ નવા રોડમાં પડ્યો મસમોટો ભૂવો, કામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ
મહેસાણા 14 જુલાઈ, (હિ.સ .) મહેસાણા શહેરથી મોઢેરા જતાં હાઈવે પર દેદિયાસણ રોડ નજીક નવા બનેલા માર્ગમાં મસમોટો ભૂવો પડતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા સાથે રોષ જોવા મળી રહ્યો છે. આશરે 6 મહિના પહેલાં જ રોડનું રિસરફેસિંગ અને સમારકામ કરવામાં આવ્યું હોવ
6 મહિનામાં જ નવા રોડમાં પડ્યો મસમોટો ભૂવો, કામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ


મહેસાણા 14 જુલાઈ, (હિ.સ .) મહેસાણા શહેરથી મોઢેરા જતાં હાઈવે પર દેદિયાસણ રોડ નજીક નવા બનેલા માર્ગમાં મસમોટો ભૂવો પડતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા સાથે રોષ જોવા મળી રહ્યો છે. આશરે 6 મહિના પહેલાં જ રોડનું રિસરફેસિંગ અને સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં માર્ગની વચ્ચે અચાનક ભૂવો પડતાં કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.

રસ્તા પર પડેલા ભૂવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર સ્થળ પર દોડી આવ્યું હતું અને અકસ્માત ટાળવા માટે ભૂવા આસપાસ બેરિકેડ મૂકી વાહનચાલકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે માર્ગનું સમારકામ કરવામાં આવ્યું હતું, છતાં થોડા જ સમયમાં રસ્તો ધસી પડતાં કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકોએ જવાબદાર એજન્સી સામે તપાસ કરવાની તેમજ રોડનું કાયમી ધોરણે સમારકામ કરવાની માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા ભૂવો પડવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande