મહેસાણા આરટીઓની રોડ સેફ્ટી જાગૃતિ, દેવરાસણની અનુપમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અપાઈ માર્ગદર્શન
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) માર્ગ અકસ્માતો ઘટાડવા અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)ની ટીમ દ્વારા રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 જુલાઈના રોજ દેવરાસણ સ્થ
મહેસાણા આરટીઓની રોડ સેફ્ટી જાગૃતિ, દેવરાસણની અનુપમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અપાઈ માર્ગદર્શન


મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) માર્ગ અકસ્માતો ઘટાડવા અને વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)ની ટીમ દ્વારા રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 13 જુલાઈના રોજ દેવરાસણ સ્થિત અનુપમ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આરટીઓની ટીમે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, રસ્તો ઓળંગવાની સાચી રીત, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, વાહનમાં મુસાફરી કરતી વખતે સીટ બેલ્ટ અને હેલ્મેટના મહત્વ સહિત માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી. ઉપરાંત માર્ગ અકસ્માતોથી બચવા માટે સાવચેતી રાખવાની અને નાની ઉંમરથી જ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માર્ગ સલામતી અંગેના પ્રશ્નોના જવાબ પણ મેળવ્યા હતા. આરટીઓ વિભાગનું માનવું છે કે શાળા કક્ષાએ જ ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાથી ભાવિ પેઢીમાં જવાબદાર નાગરિક તરીકેની સમજ વિકસે છે અને માર્ગ અકસ્માતો ઘટાડવામાં મદદ મળે છે. આવા જાગૃતિ કાર્યક્રમો આગામી સમયમાં પણ વિવિધ શાળાઓમાં યોજવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande