બેચરાજીની મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો, એલસીબીએ ચોરાયેલા વાહન સાથે એક આરોપીની ધરપકડ કરી
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીનો ગુનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં મિલકત
બેચરાજીની મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો, એલસીબીએ ચોરાયેલા વાહન સાથે એક આરોપીની ધરપકડ કરી


મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીનો ગુનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને ડામવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી તેની પૂછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ બેચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત આપતાં પોલીસે તેની પાસેથી ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી હતી. ત્યારબાદ આરોપીને બેચરાજી પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ હવે આરોપી પાસેથી અન્ય વાહનચોરીના ગુનાઓ અંગે પણ પૂછપરછ કરી રહી છે. એલસીબીની આ કામગીરીથી મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande