એક વર્ષથી ફરાર આરોપીને વિસનગર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો
મહેસાણા, 14 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા પોલીસે ચોરીના બે અલગ-અલગ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી 13 જુલાઈએ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ખાસ ઝુંબેશ દરમિયાન કરવામાં આવી હતી.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણ તથા વિસનગર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોલીસે ગોઠવા બસ સ્ટેશન નજીકથી **મુલતાની નથ્થુભાઈ કાળુભાઈ (રહે. રાણા સૈયદ, તા. મોડાસા, જી. અરવલ્લી)**ને ઝડપી પાડ્યો હતો. આરોપી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 329(3) હેઠળના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ મેહુલકુમાર ઈશ્વરભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અમીન અભરામભાઈ અને જીતુજી સોમાજીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીને પોલીસ સ્ટેશન લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande