ખોટી ઓળખના આધારે લોકોમાં ભ્રમ ફેલાવવાનો આક્ષેપ: પોતાને પત્રકાર અને યુનિયન લીડર તરીકે રજૂ કરનાર સામે પાણીગેટ પોલીસની કાર્યવાહી
વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર પોતાને પત્રકાર, સોશિયલ વર્કર, એક્ટિવિસ્ટ અને યુનિયન લીડર તરીકે રજૂ કરી લોકોમાં ભ્રમ ફેલાવવાનો આરોપ ધરાવતા એક વ્યક્તિ સામે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ,
આરોપી


વડોદરા , 14 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર પોતાને પત્રકાર, સોશિયલ વર્કર, એક્ટિવિસ્ટ અને યુનિયન લીડર તરીકે રજૂ કરી લોકોમાં ભ્રમ ફેલાવવાનો આરોપ ધરાવતા એક વ્યક્તિ સામે પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ ખોટી ઓળખના આધારે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા શહેરમાં ખોટી ઓળખનો ઉપયોગ કરી લોકોમાં ખોટી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરનાર એક શખ્સ સામે પાણીગેટ પોલીસે કાર્યવાહી કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, 12 જુલાઈ, 2026ના રોજ આરોપી કરણ સુરેશ જસવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં Social Worker, Activist, Independent Journalist તરીકે ઓળખ દર્શાવી હતી અને પોતાને પત્રકાર તરીકે રજૂ કર્યો હતો.

તપાસ દરમિયાન આરોપીએ ફોન પર પણ પોતે યુનિયન લીડર અને પત્રકાર હોવાનું જણાવી પોલીસ સમક્ષ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લોકોને પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થવા માટે આહવાન પણ કર્યું હતું, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસર થવાની શક્યતા ઉભી થઈ હતી.

પકડાયેલા આરોપીની ઓળખ કરણ સુરેશ જસવાણી (ઉંમર 28 વર્ષ), રહે. સાંઈ આશિષ સોસાયટી, કલાવતી હોસ્પિટલ સામે, વારસીયા રિંગ રોડ, ફતેહપુરા, વડોદરા તરીકે થઈ છે.

સમગ્ર મામલે પાણીગેટ પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પાણીગેટ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ પોતાને પત્રકાર, સરકારી અધિકારી અથવા અન્ય હોદ્દેદાર તરીકે રજૂ કરે તો તેની સત્યતા ચકાસ્યા વિના વિશ્વાસ ન કરવો. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande