સિદ્ધપુરમાં આદિવાસી ભીલ સમાજની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર
પાટણ, 14 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુરમાં સમસ્ત આદિવાસી ભીલ ગુજરાત સંગઠન (એ.જી.એસ.) દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર તાલુકા આદિવાસી ભીલ સમાજના પ્રમુખ સુરેશભાઈ છગનભાઈ ભીલના નેતૃત્વમાં સુપ્રત
સિદ્ધપુરમાં આદિવાસી ભીલ સમાજની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર


પાટણ, 14 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુરમાં સમસ્ત આદિવાસી ભીલ ગુજરાત સંગઠન (એ.જી.એસ.) દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર તાલુકા આદિવાસી ભીલ સમાજના પ્રમુખ સુરેશભાઈ છગનભાઈ ભીલના નેતૃત્વમાં સુપ્રત કરાયું હતું.

આવેદનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય આગેવાનોની અટકાયતનો વિરોધ વ્યક્ત કરી તેમને નિર્દોષ જાહેર કરીને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.

સાથે જ વર્ષોથી ઘરવિહોણા આદિવાસી પરિવારોને આવાસ ફાળવવા તેમજ જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવાની પ્રક્રિયા દૂર કરીને વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને સરળતાથી દાખલા આપવાની રજૂઆત કરવામાં આવી છે.

સંગઠને ચેતવણી આપી છે કે માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. આવેદનપત્રની નકલ રાજ્ય અને કેન્દ્રના સંબંધિત સત્તાધીશોને પણ મોકલવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande