અષાઢી બીજે પોરબંદરના જગન્નાથજી મંદિરે વિશેષ દર્શન, ભગવાન નિજ મંદિરમાં રથ પર બિરાજમાન થશે.
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) પોરબંદર શહેરના જગન્નાથજી મંદિરે અષાઢી બીજના પાવન પર્વે 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત સંજય ચંદ્રકાંતભાઈ રામાવતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ભગવાન જગન્નાથ
અષાઢી બીજે પોરબંદરના જગન્નાથજી મંદિરે વિશેષ દર્શન, ભગવાન નિજ મંદિરમાં રથ પર બિરાજમાન થશે.


અષાઢી બીજે પોરબંદરના જગન્નાથજી મંદિરે વિશેષ દર્શન, ભગવાન નિજ મંદિરમાં રથ પર બિરાજમાન થશે.


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) પોરબંદર શહેરના જગન્નાથજી મંદિરે અષાઢી બીજના પાવન પર્વે 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત સંજય ચંદ્રકાંતભાઈ રામાવતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી ન હોવાથી આ વર્ષે ભગવાનને નિજ મંદિરમાં જ રથ પર બિરાજમાન કરવામાં આવશે. સવારે શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના બાદ મંદિર ભાવિકો માટે ખુલ્લું રહેશે અને સમગ્ર દિવસ દરમિયાન ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી તથા બહેન સુભદ્રાજીના વિશેષ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 8:30 વાગ્યે ભગવાનની ભવ્ય મહાઆરતી યોજાશે, ત્યારબાદ તમામ ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

મહંત સંજય રામાવતે જણાવ્યું હતું કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનને સુગંધિત જળથી સ્નાન કરાવવામાં આવે છે, જેને જળયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. આ જળાભિષેક બાદ ભગવાનને તાવ આવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેઓ 15 દિવસ સુધી એકાંતવાસમાં રહેતા હોવાથી દર્શન બંધ રહે છે.અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ફરી ભક્તોને દર્શન આપે છે, તેથી આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

ગુજરાતમાં અષાઢી બીજને કચ્છી નવા વર્ષની શરૂઆત તરીકે પણ ઉજવવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરના તમામ ભાવિકોને ભગવાનના વિશેષ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande