ભાવનગર જિલ્લાના આ યુવા ખેડૂતે અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કર્યું.
ભાવનગર, 14 જુલાઈ (હિ.સ.) હાલ જોઈએ તો અનેક ખેડૂતો પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરી રહ્યા છે દિવસેને દિવસે ખેતી વધુ ખર્ચાળ બની રહી છે પરંપરાગત પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે અને ખેડૂતો બાગાયતી પાકો તેમજ
યુવા ખેડૂત


ભાવનગર, 14 જુલાઈ (હિ.સ.) હાલ જોઈએ તો અનેક ખેડૂતો પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી અવનવા પાકોનું વાવેતર કરી રહ્યા છે દિવસેને દિવસે ખેતી વધુ ખર્ચાળ બની રહી છે પરંપરાગત પાકોમાં યોગ્ય ઉત્પાદન અને વળતર મળતું ન હોવાના કારણે અને ખેડૂતો બાગાયતી પાકો તેમજ શાકભાજી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરીયાળી ગામે રહેતા યુવા ખેડૂતે એક બાદ એક પાક માંથી ઉત્પાદન શરૂ રહે તેવા આયોજન સાથે અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કર્યું છે.

સોલંકી પ્રવીણ જેવો અગાઉ પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ સાથી ખેડૂત પાસેથી પ્રેરણા મેળવી બેથી અઢી વીઘા જેટલી જમીનમાં પ્લોટ તૈયાર કરી મરચી, કોબી, ચોળી, ગુવાર, ભીંડો, લસણ તેમજ હળદરનું વાવેતર કર્યું છે ખાસ વાત એ છે કે એક પાકનું ઉત્પાદન પૂર્ણ થતાં બીજા પાકનું ઉત્પાદન શરૂ થાય તેવા આયોજન સાથે આ શાકભાજી પાકોનું વાવેતર પ્રવીણભાઈએ કરેલું છે આ ખેતીમાંથી તેઓ છ મહિના ની સિઝન દરમિયાન 1,50,000 સુધીનું ઉત્પાદન મેળવશે તેવી તેને આશા રહેલી છે.

આ અંગે ખેડૂત સોલંકી પ્રવીણ રવજીભાઈ જણાવ્યું કે મેં આઠ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે હાલ જોઈએ તો અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી મેં પણ મારા સાથી ખેડૂત પાસેથી માહિતી મેળવી આ ખેતી કરી છે. અગાઉ હું મગફળી કપાસ જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતો હતો પરંતુ આ વર્ષે મેં બે થી અઢી વીઘા જેટલી જમીનમાં પ્લોટ તૈયાર કર્યો છે તેમાં બેડ તૈયાર કરી તેના ઉપર મલચિંગ પાથરી અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરેલું છે.

હાલ મેં મરચી, કોબી, લસણ, ચોળી, ગુવાર, ભીંડો, તેમજ હળદરનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. હાલ આમાં વાવેતરથી લઈને તમામ પ્રકારનો 15000 રૂપિયા સુધીનો પ્રતિ વીધે ખર્ચ થયો છે તેની સામે એક સીઝન એટલે કે અંદાજી તો છ મહિના જેટલા સમયમાં મને 1,00,000 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહેશે તેવી આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande