ગાંધીનગરની ઇ-બસમાં રોજ સરેરાશ દસ હજારથી વધુ નાગરિકો મુસાફરી કરે છે
ગાંધીનગર,14 જુલાઇ (હિ.સ.) દુનિયાનાં કોઇપણ શહેરનાં વિકાસનો માપદંડ તેના સરળ અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલો હોય છે. હાલમાં જ ગાંધીનગરમાં નવી શરૂ થયેલી એ.સી. ઈ-બસ સેવા આ દિશામાં જ એક મહત્વનું પગલું સાબિત થઇ છે. આ ઇ-બસ સેવાને મુસાફરોનો
On an average, more than ten thousand citizens travel in Gandhinagar's e-buses every day.


On an average, more than ten thousand citizens travel in Gandhinagar's e-buses every day.


ગાંધીનગર,14 જુલાઇ (હિ.સ.) દુનિયાનાં કોઇપણ શહેરનાં વિકાસનો માપદંડ તેના સરળ અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલો હોય છે. હાલમાં જ ગાંધીનગરમાં નવી શરૂ થયેલી એ.સી. ઈ-બસ સેવા આ દિશામાં જ એક મહત્વનું પગલું સાબિત થઇ છે. આ ઇ-બસ સેવાને મુસાફરોનો અદભુત પ્રતિસાદ મળ્યો છે.14 દિવસ દરમિયાન કુલ 1,53,509 મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો એટલે કે રોજ સરેરાશ 10,965 મુસાફરોએ આ બસોમાં મુસાફરી કરી છે.

આ આંકડાઓ કહી રહ્યા છે કે ગાંધીનગર મહાનગરપાલિકાએ શરૂ કરેલી નવી વાતાનુકુલિત ઇલેકટ્રીક બસ સેવા નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે.

રાજ્યનાં હરિયાળી રાજધાનીનાં સ્થાનિક નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે આ સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ ઓફ લીવીંગમાં સુધારો કરી રહ્યું છે.

રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે આ સેવા તેમની દૈનિક જિંદગીને વધુ સરળ, સુરક્ષિત અને તણાવમુક્ત બનાવતું એક સક્ષમ માધ્યમ બની છે. મહાનગરપાલિકાની આ પહેલ ગ્રીન, ક્લીન અને સ્માર્ટ ગાંધીનગરના નિર્માણ તરફની આગેકુચ છે.

શરૂઆતમાં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી ત્યારે તેને મોળો પ્રતિસાદ મળ્યો હતો. પહેલા દિવસે એટલે 29 જૂન,2026ના દિવસે સૌથી ઓછા 6120 મુસાફરો નોંધાયા હતા. પરંતુ આ બસ સેવાની સુવિધા અને આરામદાયક મુસાફરીનો અનુભવ થતાં જ નાગરીકોનો ધસારો સતત વધતો રહ્યો. અને 11 જુલાઈ,2026ના રોજ રેકોર્ડબ્રેક 13,615 મુસાફરોએ એક જ દિવસમાં સવારી કરીને કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બસ સેવા સ્થાનિક મુસાફરો અને અપ-ડાઉન કરતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ધમાસણાથી સરગાણ સુધી નિયમિત અપ-ડાઉન કરતા મુસાફર ત્રિવેદી નિયતીએ આ બસ સેવા અંગે પોતાનો સુખદ અનુભવ જણાવતા કહ્યું કે, GMC દ્વારા શરૂ કરાયેલી આ બસ મુસાફરો માટે ખૂબ જ સગવડભરી છે. ખાસ કરીને આ બસનું ભાડું ખૂબ જ રાહત દરે રાખવામાં આવ્યું હોવાથી સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ પડતો નથી. બસ સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ હોવાથી ઉનાળાની ગરમીમાં પણ મુસાફરી એકદમ આરામદાયક રહે છે. બસમાં CCTV કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે બસમાં મુસાફરી કરતી યુવતીઓ અને મહિલાઓ પોતાની જાતને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે.

કાળઝાળ ગરમીમાં રોજીંદી મુસાફરી એક મોટો પડકાર હતો. પરંતુ હવે સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ ઈ-બસ સેવાને કારણે મુસાફરો અત્યંત આરામદાયક અને ઠંડકભરી સફરનો આનંદ માણી રહ્યા છે. હવે નાગરિકો ધૂળ, ધુમાડા અને ઘોંઘાટથી દૂર મુસાફરો શાંતિથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે.

મહિલાઓ માટે સુરક્ષા એ મુસાફરી દરમિયાન સૌથી મોટી મુંઝવણ હોય છે. આ ઈ-બસોમાં આધુનિક CCTV કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. જેને કારણે નોકરી કરતી મહિલાઓ, શાળાઓ અને કોલેજોમાં જતી યુવતીઓ કોઈપણ ભય વિના, સંપૂર્ણપણે સુરક્ષિત વાતાવરણમાં પ્રવાસ કરી શકે છે. પરિવારજનો પણ હવે તેમની દીકરીઓને એકલી મોકલવામાં ચિંતામુક્ત બન્યા છે.

ખાનગી વાહનો કે ઓટોરિક્ષામાં રોજિંદી મુસાફરી કરવી મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ખર્ચાળ સાબિત થતી હતી. તેની સામે આ ઈ-બસોનું ભાડું ખૂબ જ રાહત દરે રાખવામાં આવ્યું છે. આ આર્થિક રાહતને કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો ભાર ઓછો થયો છે અને તેઓ સરળતાથી બચત કરી શક્યા છે.

શહેરના સરગાસણ સર્કલ, પથિકાશ્રમ ટર્મિનલ અને સચિવાલય જેવા મહત્વના કેન્દ્રોથી લઈને આસપાસના ગ્રામ્ય, શૈક્ષણિક અને ઔદ્યોગિક વિસ્તારો જેવા કે કલોલ, કડી, દહેગામ, ચિલોડા અને ચાંદખેડા સુધી સીધી કનેક્ટિવિટી આ બસોથી આપવામાં આવી છે. આ ઉપરાંત IIT ગાંધીનગર અને PDEU જેવા અગ્રણી એજ્યુકેશન હબ સીધા જોડાતા વિદ્યાર્થીઓનો કિંમતી સમય બચે છે અને વારંવાર વાહનો બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.

નાગરિકોને પોતાની ખાનગી ગાડીઓ છોડીને જાહેર પરિવહનની આ અદભુત સુવિધાથી પરિચિત કરાવવા માટે 15 દિવસ નિ:શુલ્ક પ્રવાસ સેવા શરૂ કરાઈ હતી. હજારો લોકોએ પોતાના ખાનગી બાઇક કે કાર ઘરે મૂકીને આ આરામદાયક ઈ-બસનો પ્રવાસ પસંદ કર્યો છે. આ બદલાવથી નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે અને સાથે જ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યાનો ગર્વ અને સંતોષ પણ મળ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande