ડચ ગાર્ડનમાં યુવક પર બ્લેડથી હુમલો કરી લૂંટી લેવાયો
સુરત, 14 જુલાઈ (હિ.સ.): નાનપુરા સ્થિત દયાળજી બાગ (ડચ ગાર્ડન)માં મોડી રાત્રે ફરવા ગયેલા યુવક પર અજાણ્યા શખ્સે બ્લેડ વડે જીવલેણ હુમલો કરી મોબાઇલ ફોન અને રોકડ લૂંટી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અઠવા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ તલાવડી નવસાર
Knife


સુરત, 14 જુલાઈ (હિ.સ.): નાનપુરા સ્થિત દયાળજી બાગ (ડચ ગાર્ડન)માં મોડી રાત્રે ફરવા ગયેલા યુવક પર અજાણ્યા શખ્સે બ્લેડ વડે જીવલેણ હુમલો કરી મોબાઇલ ફોન અને રોકડ લૂંટી ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અઠવા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ તલાવડી નવસારી બજાર ખાતે રાજેશ્રી ક્વાર્ટર્સમાં રહેતા અનિતાબેન મુકેશભાઈ લકુમ (ઉ.વ.35)નો ભાઈ દીપક સુરેશભાઈ મારુ ગઈકાલે રાત્રે નાનપુરામાં દયાળજી બાગ (ડચ ગાર્ડન)માં ફરવા માટે ગયો હતો તે વખતે એક અજાણ્યાએ તેના ઉપર બ્લેડ વડે ગળા અને ગરદનના ભાગે ત્રણ ઘા ઝીંકી ઓપો કંપનીનો અંદાજે પાંચ હજાર કિંમતનો મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા 700 લૂંટી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી લૂંટારૂને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande