જામનગર જિલ્લામાં જુગારના ત્રણ અલગ-અલગ દરોડામાં 7 શખસો ઝડપાયા
જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ત્રણ સફળ દરોડા પાડી કુલ સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. સીટી ''સી'' ડિવિઝન પોલીસે ખોડિયાર પોલીસ ચોકી પાછળ શક્તિનગર વિસ્તારમાં જાહેરમાં
જુગાર


જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં પોલીસે જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ત્રણ સફળ દરોડા પાડી કુલ સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે.

સીટી 'સી' ડિવિઝન પોલીસે ખોડિયાર પોલીસ ચોકી પાછળ શક્તિનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાં વડે 'તીનપત્તી'નો જુગાર રમતા ચાર શખ્સો કરસનભાઈ ભીમાભાઇ કરમુર, પ્રકાશ પીઠાભાઈ ગોજીયા, સિધ્ધરાજસિંહ સતુભા ચુડાસમા, અને સંદીપ યોગેશભાઈ ડુવા વગેરેને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 42,300ની રોકડ તથા ગંજીપત્તાં કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

જામજોધપુર પોલીસે સિદસર ગામે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા લલીત ઉર્ફે લાલો જેન્તીભાઈ વઘેરાને ઝડપી પાડી રોકડ અને જુગારનો સામાન કબજે કર્યો હતો.

જ્યારે કાલાવડ ટાઉન પોલીસે બસ સ્ટેન્ડ સામે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રસીદભાઈ હારુનભાઈ બાનાણીને ઝડપી પાડી રોકડ રકમ અને આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી હતી. ત્રણેય બનાવોમાં પોલીસે જુગારધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande