જામનગરથી બેડ તરફ બસમાં મુસાફરી દરમિયાન કોલેજીયન યુવકનો રૂ.25 હજારનો મોબાઇલ ચોરાયો
જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના બેડ ગામના રહેવાસી અને કોલેજમાં અભ્યાસ કરતા અજયભાઈ જયસુખભાઈ મારુએ સિક્કા પોલીસ સ્ટેશનમાં તા.14મી જુલાઈએ મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે આશરે એક વર્ષ પહેલાં સેમસંગ કંપનીનો એ-35 મોડેલનો
મોબાઈલ


જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના બેડ ગામના રહેવાસી અને કોલેજમાં અભ્યાસ કરતા અજયભાઈ જયસુખભાઈ મારુએ સિક્કા પોલીસ સ્ટેશનમાં તા.14મી જુલાઈએ મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે આશરે એક વર્ષ પહેલાં સેમસંગ કંપનીનો એ-35 મોડેલનો મોબાઇલ રૂ.25 હજારમાં ઓનલાઈન ખરીદ્યો હતો.

ફરિયાદ અનુસાર, તા.7 જુલાઈ, 2026ના રોજ તેઓ પોતાની માતા સાથે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ગયા હતા. સારવાર પૂર્ણ કર્યા બાદ સાંજે જામનગર એસટી બસ સ્ટેન્ડથી ખંભાળિયા રૂટની બસમાં પોતાના ગામ જવા માટે બેઠા હતા. તે સમયે મોબાઇલ તેમના પેન્ટના ખિસ્સામાં હતો. સાંજે આશરે સાડા છ વાગ્યે બેડ ગામના પાટિયા નજીક હાઇવે પર બસમાંથી ઉતર્યા બાદ ખિસ્સામાં તપાસ કરતાં મોબાઇલ ગુમ હોવાનું જણાયું.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, બસમાં મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યા ચોરે તેમના પેન્ટના ખિસ્સામાંથી સીમકાર્ડ વગરનો સેમસંગ એ-35 મોબાઇલ, જેની કિંમત રૂ.25 હજાર છે, ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande