
પાટણ, 15 જુલાઈ (હિ.સ.)પાટણના જગદીશ મંદિરમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાનો મહાઅભિષેક ભક્તિભાવ સાથે યોજાયો. વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ડો. જયેશભાઈ ભોગીલાલ મોદી પરિવાર સહિતના યજમાનોએ પંચામૃતથી અભિષેક કરી પૂજાનો લાભ લીધો.
મહાઅભિષેક બાદ ભગવાનની પરંપરાગત પહીંદવિધિ કરવામાં આવી અને નવા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા. મંદિર પરિસર તેમજ ભગવાન જગદીશના સ્થાનકને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.
બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં યજમાન દુર્ગેશભાઈ જોષી પરિવારે મંદિરના શિખર પર ધજા આરોહણ કર્યું. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ વચ્ચે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ