
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.)આષાઢી બીજના પાવન અવસરે પોરબંદરમાં ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 16 જુલાઈ, ગુરુવારના રોજ સવારે 8 વાગ્યે રજત પાલખી નગર ચર્ચા માટે બંદર રોડ, ખારવા પંચાયત મંદિર પાસેના નિજ મંદિર થી પ્રસ્થાન થઇ શાહિદ ચોક, શીતળા ચોક,કસ્તુરબા ગાંધી રોડ,વાણોટ જશુભાઈ શિયાળ રોડ, પાલન ચોકથી પસાર થઇ નિજ મંદિરે પધારશે. તેમજ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ બપોરે 3 વાગ્યે પરંપરાગત મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં મહાપ્રસાદિનુ પણ આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આયોજકોએ સમાજના તમામ સભ્યો તેમજ શહેરના નાગરિકોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા અપીલ કરી છે.આ આયોજન સ્વ.વાણોટ જીવાભાઈ (જશુભાઈ) ગગનભાઈ શિયાળ, સ્વ.જીવીબેન જીવાભાઈ શિયાળ, સ્વ. હીરાલાલ ગગનભાઈ શિયળ અને રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તેમજ શિયાળ પરિવારના સૌજન્યથી આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યમાં ભક્તોને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya