રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર,15 જુલાઈ (હિ.સ.) રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ભાવનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચેકિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે એમ્બ્યુલન્સના બહાને શહેરમાં ઘુસાડવામાં આવી ર
પકડાયેલ દારૂ નો જથ્થો


ભાવનગર,15 જુલાઈ (હિ.સ.) રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ભાવનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચેકિંગ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે એમ્બ્યુલન્સના બહાને શહેરમાં ઘુસાડવામાં આવી રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ. 4,14,008નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે નારી ચોકડી તરફથી સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કાર જેના પર એમ્બ્યુલન્સ અને હોસ્પિટલના નામ લખેલા છે, તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. બાતમીના આધારે આખલોલ જકાતનાકા નજીક સ્વરાજ ટ્રેક્ટર સામે રોડ પર વોચ ગોઠવી વાહનને અટકાવવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન કારમાંથી 'ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી' લખેલા કાળા રંગના ઝભલાઓમાં ભરેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 180 એમએલની ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીની 480 બોટલ, 8 PM સ્પેશિયલ રેર વ્હિસ્કીની 384 બોટલ, મેકડોવેલ્સ નં.1 ઓરિજિનલ ડિલક્સ કલેકશનની 384 બોટલ તેમજ કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના 24 ટીન મળી કુલ 1,248 દારૂની બોટલ અને 24 બીયરના ટીન કબજે કર્યા હતા.

આ ઉપરાંત આરોપી પાસેથી વીવો કંપનીનો મોબાઇલ ફોન, ડ્રાઇવિંગ લાયસન્સ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી અંદાજે રૂ. 2.50 લાખ કિંમતની મારુતિ સુઝુકી ઇકો એમ્બ્યુલન્સ પણ જપ્ત કરવામાં આવી હતી.

આ કેસમાં ડ્રાઇવર કિરણ સહદેવભાઈ મહેતાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ (ભાવનગર) અને પ્રકાશ (આબુ, રાજસ્થાન) ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande