સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત,આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ,15 જુલાઇ (હિ.સ.) આજે વહેલી સવારે અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં આઇસર ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. બે ટ્રક વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી
Accident between loading truck and icer on Sarkhej-Dholka road


અમદાવાદ,15 જુલાઇ (હિ.સ.) આજે વહેલી સવારે અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં આઇસર ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. બે ટ્રક વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢવો પડ્યો હતો.બનાવની જાણ થતા ગ્રામ્ય પોલીસ સ્થળ પર પહોંચી હતી.

વહેલી સવારે બાકરોલ પાસે અકસ્માત

અમદાવાદના સરખેજ ધોળકા રોડ પર સવારે 7:30 વાગ્યાની આસપાસ બાકરોલ પાસે એક લોડિંગ ટ્રક અને ઈટ ભરેલા આઇસર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો.અકસ્માતમાં આઇસરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું હતું.બનાવની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો

અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની આગળની બાજુ ફસાયો હતો, જેને ફાયરની ટીમ દ્વારા પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો.અકસ્માતમાં લોડીંગ ટ્રકના ડ્રાઇવરને પણ ઈજાઓ પહોંચી છે,જેથી સારવાર માટે હોસ્પિટલ ખચાડવામાં આવ્યો છે. બનાવ અંગે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande