ગુજરાતને મળેલો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026નું ગૌરવ સન્માન મુખ્યમંત્રી અને કેબિનેટ બેઠક સમક્ષ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પ્રસ્તુત કર્યુ
ગાંધીનગર, 15 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકારના કૃષિ વિભાગને 2026ના વર્ષનો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ તાજેતરમાં નવી દિલ્હીમાં એનાયત થયો છે. કૃષિ વિભાગે બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીને આ એવોર્ડ સન્માન નવી દિલ્હીમાં આય
ગુજરાતને મળેલો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026


ગુજરાતને મળેલો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026


ગાંધીનગર, 15 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકારના કૃષિ વિભાગને 2026ના વર્ષનો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ તાજેતરમાં નવી દિલ્હીમાં એનાયત થયો છે.

કૃષિ વિભાગે બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીને આ એવોર્ડ સન્માન નવી દિલ્હીમાં આયોજિત 17માં એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કૃષિ મંત્રી જીતુ ભાઇ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશ કટારા એ ગુજરાતને મળેલો આ ગૌરવ એવોર્ડ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.સમગ્ર મંત્રી મંડળે રાજ્યના કૃષિ વિભાગને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે કરેલી નવતર પહેલોના પરિણામ સ્વરૂપે ગુજરાતે અગાઉ 2009, 2014 અને 2018માં શ્રેષ્ઠ કૃષિ રાજ્ય તરીકેના એવોર્ડ્સ પણ મેળવેલા છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande