ગોત્રીની રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અંગે ગ્રાહકની ફરિયાદ: રોટલીમાં વાળ અને ગંદા ગ્લાસનો આક્ષેપ
વડોદરા, 15 જુલાઈ (હિ.સ.) : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટ સામે સ્વચ્છતાને લઈને ગ્રાહકે ગંભીર આક્ષેપો કર્યા છે. રોટલીમાં વાળ મળ્યો હોવાની અને પીવાના પાણીના ગ્લાસ ગંદા હોવાનું જણાવતાં ગ્રાહકે આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા
રોટલી


વડોદરા, 15 જુલાઈ (હિ.સ.) : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટ સામે સ્વચ્છતાને લઈને ગ્રાહકે ગંભીર આક્ષેપો કર્યા છે. રોટલીમાં વાળ મળ્યો હોવાની અને પીવાના પાણીના ગ્લાસ ગંદા હોવાનું જણાવતાં ગ્રાહકે આરોગ્ય વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી શ્રી સ્વાગત રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક ગ્રાહકે ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર ફરિયાદ કરી છે.

ગ્રાહકના જણાવ્યા મુજબ, પીરસવામાં આવેલી રોટલીમાં વાળ જોવા મળ્યો, જ્યારે પીવાના પાણી માટે આપવામાં આવેલા ગ્લાસ પણ ગંદા હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે.

ફરિયાદ બાદ રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી હોવાનું ગ્રાહકનો દાવો છે. જોકે, આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઘટના બાદ ગ્રાહકોમાં પણ ચર્ચા જાગી છે કે શહેરની હોટલો અને રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતાના ધોરણોનું નિયમિત પાલન થાય છે કે નહીં, અને સંબંધિત વિભાગ દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે નહીં.

નોંધનીય છે કે, રેસ્ટોરન્ટ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિભાવ સામે આવ્યો નથી. તેમજ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

ગ્રાહકોની ફરિયાદોના આધારે ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે. જો નિયમોના ભંગની પુષ્ટિ થાય તો સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande