11 માસના બાળકના અપહરણનો કલાકોમાં પર્દાફાશ.
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં 11 માસના બાળકના અપહરણના ચકચારભર્યા બનાવમાં પોલીસને ગણતરીના કલાકોમાં જ મોટી સફળતા મળી છે. ભીખ મંગાવવાના ઇરાદે બાળકનું અપહરણ કરનાર મહિલા સહિત ચાર આરોપીઓને માંગરોળ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે. પોરબંદર અને વેરાવળ લ
11 માસના બાળકના અપહરણનો કલાકોમાં પર્દાફાશ.


11 માસના બાળકના અપહરણનો કલાકોમાં પર્દાફાશ.


11 માસના બાળકના અપહરણનો કલાકોમાં પર્દાફાશ.


11 માસના બાળકના અપહરણનો કલાકોમાં પર્દાફાશ.


11 માસના બાળકના અપહરણનો કલાકોમાં પર્દાફાશ.


11 માસના બાળકના અપહરણનો કલાકોમાં પર્દાફાશ.


પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.)પોરબંદરમાં 11 માસના બાળકના અપહરણના ચકચારભર્યા બનાવમાં પોલીસને ગણતરીના કલાકોમાં જ મોટી સફળતા મળી છે. ભીખ મંગાવવાના ઇરાદે બાળકનું અપહરણ કરનાર મહિલા સહિત ચાર આરોપીઓને માંગરોળ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે. પોરબંદર અને વેરાવળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ સંયુક્ત ઓપરેશન પાર પાડી બાળકને સલામત રીતે છોડાવી માતાના હવાલે કર્યો હતો. બાળકની માતાએ અપહરણ અંગે ફરિયાદ નોંધાવતાં જ પોરબંદર જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીઓ એસટી બસ મારફતે ફરાર થઈ રહ્યા હોવાનું સામે આવતા પોલીસની ટીમે ફિલ્મી ઢબે બસનો પીછો શરૂ કર્યો હતો. માંગરોળ નજીક બસને રોકી મહિલા સહિત ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને બાળકને સુરક્ષિત રીતે છોડાવી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ બાળકનો ઉપયોગ ભવિષ્યમાં ભિક્ષાવૃત્તિ માટે કરવાનો ઇરાદો રાખી અપહરણનો કારસો ઘડ્યો હતો. બાળકની માતા એકલી હોવાની અને પરિવારનો કોઈ આધાર ન હોવાની માહિતીના આધારે આરોપીઓએ આ ગુનો આચર્યો હોવાનું પોલીસ માની રહી છે. આ કેસમાં નરશી જીવા ભાટી, કિશન જીવા ભાટી, સોમા મોતીભાઈ ભાટી અને સોનલ સોમા ભાટીની ધરપકડ કરવામાં આવી છે. ચારેય સામે અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓના અન્ય ગુનાહિત ઇતિહાસ તેમજ કોઈ મોટી ટોળકી સાથે સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન, કીર્તિમંદિર પોલીસ સ્ટેશન, પોરબંદર એલસીબી અને વેરાવળ એલસીબીની ટીમે સંયુક્ત રીતે પાર પાડ્યું હતું. બાળકને સલામત માતાના હવાલે કરાતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

* ફિલ્મી ઢબે બસનો પીછો, માંગરોળ નજીક આરોપીઓ ઝડપાયા*

અપહરણ બાદ આરોપીઓ એસટી બસમાં ફરાર થઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતાં પોરબંદર અને વેરાવળ એલસીબીની ટીમ તરત જ સક્રિય બની હતી. પોલીસે બસનો સતત પીછો કરી માંગરોળ નજીક બસને અટકાવી મહિલા સહિત ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. બસમાંથી જ 11 માસના બાળકને સુરક્ષિત રીતે છોડાવી લેવાતા સમગ્ર ઓપરેશન સફળ રહ્યું હતું.

*ભીખ મંગાવવાનો હતો પ્લાન, વાલીઓને પોલીસની ચેતવણી *

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકનું અપહરણ ભવિષ્યમાં તેને ભિક્ષાવૃત્તિમાં ધકેલવાના ઇરાદે કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે પોરબંદર પોલીસે જિલ્લાના વાલીઓને પોતાના નાના બાળકો પ્રત્યેવિશેષ સાવચેત રહેવા, અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande